નખત્રાણા-કોટડા હાઇવે પર કાર અને બાઇક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો: એક યુવાનનું મોત બે સારવાર હેઠળ

નખત્રાણા થી લખપત જતા હાઈવે માર્ગ પર મંગળવારે મોડી રાત્રે બાઈક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા યુવાનનું ઘટના સ્થળે મોત થયું હતું જ્યારે અન્ય બે ને ઈજાઓ પહોંચતા સારવાર માટે હોસ્પિટલ ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ નખત્રાણાની ઓસીપી માર્કેટ પાસે વેગેનાર કાર અને બાઈક વચ્ચે અકસ્માત સર્જાયો હતો જેમાં લખપત તાલુકાના દોલતપર ગામના યુવાનનું ગંભીર ઈજાઓને કારણે ઘટના સ્થળે જ મોત થયું હતું.નખત્રાણાથી બાઈક પર ત્રણ યુવાનો લખપત તરફ જઈ રહ્યા હતા ત્યારે મોડી રાતના અરસામાં બનાવબન્યો હતો.જેમાં બાઈક પર સવાર પાંધ્રોના બે શખ્સને ઈજાઓ પહોંચતા સારવાર માટે આયુષ હોસ્પિટલ લઈ જવાયાહતા.જ્યારે યુવાનના મૃતદેહ ને પીએ માટે સરકારી હોસ્પિટલ લઈ જવાઇ હતી.ઘટનાને પગલે નખત્રાણા પોલસ બનાવ સ્થળ પર દોડી આવી આગળ કાર્યવાહી હાથ ધરી હતી.