બળદિયામાં પરિણીતાએ અગનપછેડી ઓઢી
ભુજ તાલુકાના બળદિયામાં પરિણીતાએ પોતાના શરીરે કેરોસીન છાંટી અગનપછેડી ઓઢી લીધા બાદ સારવાર હેઠળ દમ તોડી દીધો હતો, બળદિયાના ઉપલાવાસમાં રહેતા પરિણીતાએ કોઇ અગમ્ય કારણસર તા. 9/6ના બપોરના ચારેક વાગ્યે પોતાના ઘરે પોતાના શરીરે કેરોસીન છાંટી સળગી ગયા હતા. આથી તેમને સારવાર માટે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયા હતા, પરંતુ સ્થિતિ ગંભીર બનતાં વધુ સારવાર અર્થે અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લઇ જવાયા હતા, પરંતુ સારવાર કારગત ન નીવડતાં તા. 14/6ના સવારે હોસ્પિટલમાં અંતિમ શ્વાસ લીધા હતા . માનકૂવા પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .