મુંદરામાં આંકડો લેતા બે ઈસમ ઝડપાયા
મુંદરામાં વરલી મટકાના આંક ફેરનો જુગાર રમાડતા બે શખ્સોને અલગ-અલગ સ્થળેથી પોલીસે પકડી લીધા હતા. સાંજના અરસામાં મુંદરા પોલીસે ચાઈનાગેટની બાજુમાં આવેલી વરલી મટકાનો કલ્યાણ બજારનો આંકડો રમી – રમાડી રહેલા મુંદરાના શખ્સ ને રોકડા રૂા. 410 અને પોકેટ બુક – પેન સાથે, જ્યારે ભૂખી નદીના પટ્ટમાં આવેલી કેબિનોની પાછળ મિલન બજારનો વરલી મટકધાનો આંકડો રમી-રમાડતા શખ્સને રોકડા રૂા. 600 તથા બુક – પેન સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.