માધાપરમાં સસ્તા ભાવે સિમેન્ટની લાલચ આપી બાંધકામના ધંધાર્થી સાથે ત્રણ લાખની છેતરપિંડી

copy image

copy image

માધાપરના બાંધકામના ધંધાર્થીને બજાર ભાવ કરતાં ઓછા ભાવે અલ્ટ્રાટેક સિમેન્ટની બેગ્સ આપવાની લાલચ આપી વિશ્વાસ કેળવી અજાણ્યા મોબાઈલ ધારકે ઓનલાઈન તથા આરટીજીએસથી રૂા. 3,07,000 મેળવી સિમેન્ટ ન આપી ઠગાઇ કરતાં ફરિયાદ નોંધાઈ હતી. તા. 21-3થી 22-3 દરમ્યાન બનેલા આ બનાવ અંગે માધાપર પોલીસ મથકે કન્સ્ટ્રક્શનના ધંધાર્થી એ નોંધાવેલ ફરિયાદ મુજબ તેઓને એક ફોન આવ્યો હતો અને તેણે જણાવ્યું હતું કે, અલ્ટ્રાટેક સિમેન્ટની બેગ બજારભાવ કરતાં ઓછા ભાવે આપશે. આમ વાતચીત દરમ્યાન વિશ્વાસ કેળવી બંનેએ સોદો કર્યો હતો, જેમાં ઓ.પી.પી. 53 ગ્રેડની અલ્ટ્રાટેકની એક બેગની કિં. રૂા. 280 નક્કી કરી 650 બેગના રૂા. 1,82,000 તથા અલ્ટ્રાટેક સિમેન્ટ કંપનીના કોડના રૂા. 1,25,000 મળી કુલે રૂા. 3,07,000 ઓનલાઈન તથા આરટીજીએસ મારફત આરોપીને મોકલાવ્યા બાદ તેણે સિમેન્ટની બેગ ન મોકલાવી ફરિયાદી સાથે વિશ્વાસઘાત છેતરપિંડી કરી હતી. માધાપર પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી .