નેત્રામાં દબાણ હટાવવાનો તખતો તૈયાર : 90 દબાણ મપાયાં
મોટી વિરાણી નેત્રા ગામમાં છેલ્લા ઘણા સમયથી દબાણ હટાવવાની વાત ચાલી હતી, જે તરફ કાર્યવાહી કરવા ગ્રામ પંચાયત દ્વારા પોલીસને સાથે રાખીને સર્વે કરવામાં આવતાં 90 જેટલાં દબાણ સામે આવ્યાં હતા . નેત્રા ગામ આજુબાજુનાં ગામડાંના લોકો અહીં હટાણું કરવા આવતા. ગામના મુખ્ય માર્ગ પરથી જ ગીચતા નજરે પડે છે. આ અંગે સરપંચનો સંપર્ક કરતાં જણાવ્યું કે, 90 જેટલા દબાણકારનો સર્વે કરાયો છે અને આગામી દિવસોમાં પંચાયત દ્વારા આ અંગે કાર્યવાહી કરાશે. પોલીસને સાથે રાખીને કરાયેલી કાર્યવાહીમાં સરપંચ, તલાટી , ઉપસરપંચ , સભ્યો , તેમજ પોલીસ સ્ટાફ સર્વેમાં જોડાયો હતો.