Skip to content
શહેરનાં બસ સ્ટેન્ડની પાછળ આવેલી હોટલ તેજ પેલેસમાં જુગાર રમતા મેનેજર સહિત ૯ ઇસમોને ડીસીબીએ રૂ. ૯૩,૮૦૦ની રોકડ સાથે પકડી લીધા છે. પોલીસ પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બસ સ્ટેન્ડ પાછળ ભૂતખાના ચોક નજીક આવેલી હોટલ તેજ પેલેસમાં જુગાર રમાતો હોવાની બાતમી ક્રાઈમ બ્રાંચને મળતા હોટલના રૂમ નં. ૩૧૪માં દરોડો પાડી જુગાર રમતા કિશોરભાઈ મણીલાલ રૂપારેલ, મહેન્દ્રભાઈ છગનભાઈ ઢોલરીયા, અફઝલ મહમદભાઈ ચૌહાણ, મનીષ મહમદભાઈ આડેસરા, ભાવેશ હરદાસભાઈ સોજીત્રા, વિપુલ મહિન્દ્રભાઈ જોષી, ગોપાલ રાયધનભાઈ ડાંગર ચોટીલાના ભરત મનસુખભાઈ અધારા અને હોટલની આડમાં જુગાર રમાડતો હોટલ મેનેજર માનશાહી રણબહાદૂરશાહી નેપાળી નામના ઇસમોને ક્રાઈમ બ્રાંચના પીએસઆઈ પી.એમ. ધાખડા, એ.એસ. આઈ. વિજયસિંહ ઝાલા હેડ કોન્સ્ટેબલ પ્રતાપસિંહ ઝાલા, ફિરોજભાઈ શેખ, યોગેન્દ્રસિંહ જાડેજા, યોગીરાજસિંહ જાડેજા અને સોકતભાઈ ખોરમ સહિતના સ્ટાફે પકડી પાડી જુગાર પટમાંથી રૂ. ૯૩,૮૦૦ની રોકડ કબ્જે કરી છે.