વાગડ વિસ્તારમાંથી હથિયારો સાથે બે ઇસમો પકડાયા

પૂર્વ કચ્છ એસઓજીને મળેલી બાતમીના આધારે રાપર નજીકથી એક ઇસમોને હથિયાર સાથે પકડી લીધા બાદ તેની પૂછપરછ દરમિયાન અન્ય ઇસમને હથિયાર આપ્યા હોવાનું બહાર આવતા તેની પણ અટક કરી હતી. આ બાબતે મળતી વિગતો અનુસાર પૂર્વ કચ્છ એસઓજી રાપર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતી. ત્યારે બાતમીના આધારે લાકડાવાંઢ ડેમ નજીકથી ઈસમ ધીરૂ ગણેશ લુહારના કબજામાંથી દેશી તમંચો 1, કિંમત રૂ. 3,000 મળી આવતા તેની ધરપકડ કરી પૂછપરછ કરવામાં આવતા આ તમંચો પોતે જાતે બનાવેલ હોવાનું જણાવી અન્ય બે બંદૂકો તથા તમંચો લાકડાવાંઢ તા. રાપરમાં રહેતા ધરમશી બાઉભાઈ કોલીને વેંચેલ હોવાનું જણાવતા એસઓજીએ લાકડાવાંઢની બોરન બંદૂક કિંમત રૂ. 3,000, દેશી તમંચો કિંમત રૂ. 3,000 સહિતના હથોયારો જપ્ત કરી બંને ઇસમોને પકડી પાડ્યા હતા. બંને વિરૂધ્ધ હથિયાર ધારા હેઠળ ગુનો નોંધી આગળની તપાસ આઠ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *