ભચાઉમાં ડમ્પરે ટ્રેક્ટરને હડફેટે લેતાં એક મહિલાનું મોત

copy image

copy image

ભચાઉના વાગડ વેલ્ફેર હોસ્પિટલ માર્ગે પૂરપાટ દોડતા ડમ્પરે ઉભેલા ટ્રેક્ટરને હડફેટમાં લેતા 50 વર્ષીય મહિલાનું મોત થયું હતું અને અન્ય એકને ઇજાઓ પહોંચી હતી. શનિવારે સાંજે ભચાઉની ભાગોળે આ   અકસ્માત સર્જાયો હતો. હોટેલ વૃંદાવન તરફ જતા સર્વિસ રોડ ઉપર ઉભેલા ટ્રેક્ટરને ડમ્પરએ હડફેટમાં લીધું હતું. ટ્રેકટર ઉપર બેઠેલા મહિલા મણિબેનને ગંભીર ઈજાઓ પહોંચતા તેમનું મોત થયું હતું. આ ડમ્પર સગીર વયનો ચાલક ચલાવતો હોવાનું અને તેને પોલીસ મથકે લઈ જવાયો હોવાનું બહાર આવ્યું હતું. વારંવાર આવા જીવલેણ અકસ્માત સર્જાયઇ રહ્યા છે છતાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં .લોકો દ્વારા  બેફામ દોડતા માલવાહક વાહનો વિરુદ્ધ કડક કાર્યવાહીની માંગ ઊઠી હતી.