ગાંધીધામમાં ચેક પરતના કેસમાં આરોપીને વર્ષની કેદ
copy image

ગાંધીધામમાં ચેક પરત ફરવાના બનાવમાં કોર્ટ દ્વારા આરોપીને એક વર્ષની કેદ તેમજ 60 દિવસમાં રૂા. 3,11,000 વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ બનાવની વિગત એવી છે કે, શામજી હમીર આગરિયા અને આરોપી રાજેશ વસાભાઈ ચાવડા બન્ને મિત્ર હોઈ આરોપીએ વર્ષ 2022માં રૂા. 3,11,000 હાથ ઉછીના લીધા હતા, જેના અવેજમાં ફેડરલ બેન્ક-ગાંધીધામનો ચેક આપ્યો હતો. આ ચેક બેન્કમાં રજૂ કરતાં પરત ફર્યો હતો. જેથી કાનુની નોટીસ અપાઈ હતી. ત્યારબાદ કોર્ટમાં કેસ દાખલ કરાયો હતો, જેમાં ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ એમ.એચ. ચોહાન દ્વારા બન્ને પક્ષકારના પુરાવા જોઈ તથા ફરિયાદીના વકીલ દ્વારા કરાયેલી દલીલોને ધ્યાને લઇ આરોપીને એક વર્ષની કેદ અને ચેકની રકમ 60 દિવસમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.