પંચમહાલ : હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામના ગોચર ફળિયામાં વિદેશી દારૂનો વેપલો કરતી મહિલા બુટલેગરના મકાનમાં પંચમહાલ જિલ્લા એલ સી બી પોલીસે દર્દો પાડી રૂ. ૨૭.૧૩૫ ના વિદેશી દારૂ ની ૮૧ બોટલો પકડી પાડી હતી લોકસભાની ચૂંટણી ટાણે પંચમહાલ જિલ્લાની એલ સી બી પોલીસ સક્રીય થતા વિદેશી તથા દેશી દારૂનો વેપલો કરતા બુટલેગરોમાં ફફડાટ વ્યાપી જવા પામ્યો હતો આગામી લોકસભાની ચૂંટણીને લઇ પંચમહાલ જિલ્લા પોલીસના ઉચ્ચ અધિકારીઓએ અસામાજિક પ્રવુતિ કરતા તેમજ દેશી વિદેશી દારૂનો ધંધો કરતા તત્વોને જેર કરવા અને આવી બદીઓને ડામવા પોલીસ કર્મીઓને જરૂરી માર્ગદર્શન અને સૂચનાઓ આપેલ છે જેમાં પંચમહાલ જિલ્લા એલ સી બી પોલીસ ના ઉચ્ચ અધિકારીઓને ચોક્કસ ખાનગી રાહે બાતમી મળી હતી કે હાલોલ તાલુકાના મોટી ઉભરવણ ગામે આવેલ ગોચર ફળિયામાં રહેતા કૈલાશ બેન ગોરધનભાઈ રાઠવા પોતાના મકાનમાં ગુપ્ત રીતે વિદેશી દારૂનો જથ્થો રાખી વેપાર કરે છે જે બાતમીના આધારે જિલ્લા એલ સી બી પોલીસે મોટી ઉભરવણ ખાતે કૈલાશબેનના મકાનમાં પ્રોહીબિશન મુજબ દરોડો પાડતા ઘરમાં કોઈ વ્યક્તિ મળી આવેલ ન હતું પરંતુ ખુલ્લા ઘરના વચલા ખંડમાંથી વિદેશી દારૂ ની ૮૧ બોટલ મળી આવી હતી જેની અંદાજે કિંમત કુલ રૂ. ૨૭.૧૩૫ જેટલી થાય છે જે મુદ્દામાલ એલ સી બી પોલીસે જપ્ત કરી ફરાર મહિલા બુટલેગર કૈલાશબેન સામે પ્રોહીબિશન એક્ટ હેઠળ હાલોલ રૂરલ પોલીસ અટેશને ગુનો દાખલ કરી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.