કલોલ: શહેરમાં ઠેર-ઠેર વરલી મટકાનો જુગાર ફુલ્યો ફાલ્યો છે. ત્યારે સ્થાનિક પોલીસે બે સ્થળોએ દરોડા પાડી વરલી મટકાનો જુગાર રમાડતા બે શંકુને પકડી લીધા હતા. જો કે પોલીસના અવાર-નવાર દરોડા બાદ પણ બેફામ બનેલી વરલી મટકાના આંક ફરકની જુગારની આ પ્રવૃત્તી અટકતી નહીં હોવાથી આશ્ચર્ય પણ સર્જાય છે. કલોલમાં ઠેર-ઠેર વરલી મટકાની બેફામ પ્રવૃતિ વચ્ચે શહેર પોલીસે બે સ્થળોએ દરોડા કર્યો હતો. જેમાં ગાયોના ટેકરા વિસ્તારમાં વરલી મટકાનો જુગાર રમાડતો જગદીશજી ભીખાજી ઠાકોરને રોકડ રૂ.૧,૧૬૦ સાથે પોલીસે પકડી લીધો હતો.