માધાપરમાં બે ટ્રક ભાડે કરારથી લઇ બારોબાર ગુમ કરતાં બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ
copy image

ભુજ તાલુકાના માધાપર ગામેથી બે ટ્રક ભાડે પટ્ટાથી મેળવી બારોબાર ગુમ કરી દેવાતાં 39 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાઇ હતી . આ અંગે મૂળ નેત્રા હાલે નખત્રાણા રહેતા સમીર કનૈયાલાલ રબારીએ નોંધાવેલ ફરિયાદ મુજબ માર્ચની શરૂઆતમાં માધાપર મધ્યે આરોપીઓ ધર્મરાજસિંહ જિતેન્દ્રસિંહ ઝાલા (રહે. સૌકા, તા. લીંબડી, જિ. સુરેન્દ્રનગર) અને રાજેશભાઇ અરજણભાઇ ખાંદલા (રહે. મંગળપરા તા. જિ. બોટાદ)એ કાવતરું રચી ફરિયાદી તથા સાહેદને તેમની ટ્રકો ભાડા પેટે સારું ભાડું આપવાની લાલચ આપી ફરિયાદીની ટ્રક નં. જી.જે. 12 બીએક્સ 9094 કિં. રૂા. 24,00,000 તથા ફરિયાદીના મિત્ર સાહેદ કાંતિલાલ સોનીની માલિકીની ટ્રક નં. જી.જે. 17 એક્સએક્સ 0542 કિ. રૂા. 15,00,000 એમ કુલ રૂા. 39,00,000ની બન્ને ટ્રક આરોપીઓએ 11 મહિનાના ભાડા કરારથી ભાડે લઇ ક્યાંક ગુમ કરી વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી છે. પોલીસે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.