ગાંધીધામમાં વૃદ્ધે ઘરમાં ગળેફાંસો ખાઈ જિંદગી ટૂંકાવી
copy image

ગાંધીધામના સેક્ટર 5માં ગુજરાત હાઉસીંગ સોસાયટીમાં વૃદ્ધએ ફાંસો ખાઈ લઈ અંતિમ પગલું ભરી લીધુ. ગાંધીધામના ગુજરાત હાઉસીંગ બોર્ડમાં રહેતા 61 વર્ષીય મહેશભાઈ નારાયણદાસ મલાનીએ ગત 1 22/6ના સાંજના સમયે પોતાના – ઘરે રસીને પંખામાં બાંધીને ફાંસો ખાઈ લીધો હતો. તેમનો પુત્ર તેમને તેજ હાલતમાં રામબાગ હોસ્પિટલ લઈ આવતા હાજર તબીબે તેમને મૃત ઘોષિત કર્યા હતા. ગાંધીધામ – બી ડિવિઝન પોલીસે આકસ્મીક મોતની નોંધ લઈને તપાસ હાથ ધરી હતી . ગાંધીધામ સંકુલમાં આપઘાતની વધતી ઘટનાઓ ચિંતાજનક હદે વધી રહી છે. તેમાં પણ વૃદ્ધોની સંખ્યા આશ્ચર્ય પમાડે તેવી છે.