Skip to content
જુનાગઢ : માળિયા હાટીના તાલુકાનાં જુથળ ગામની સીમમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમી મળતાં સ્થાનીક પી.એસ.આઇ. એન. કે. વિંઝુંડાએ સ્ટાફ સાથે રાત્રિના અરસામાં દરોડો પાડયો હતો. જેમાં પોલીસે જુથળનો વલ્લભ વશરામ પટેલ, નવીન મુળજી પટેલ, ચંદુ નરશી, હરિ હિરજી, ભરત જેઠા, રાજુ રામજી, મહેન્દ્ર જેઠાલાલ પટેલ અને મેરૂ પાંચા કોળી સહિત ૮ ઇસમોને રૂ. રપ,પ૭૦ની રોકડ સાથે જુગાર રમતા પકડી લીધા હતા. પોલીસે ઇસમોઓ પાસેથી રોકડ ઉપરાંત ૬ મોબાઇલ અને રૂ. ૬૦,000 ના બે મોટર સાયકલ સહિત કુલ રૂ. ૯૧,પ૭૦ની કિંમતનો મુદામાલ જપ્ત કરી બધા ઇસમોઓ સામે ધોરણસરની તજવીજ હાથ ધરી હતી.