અરવલ્લી જીલ્લા LCB પોલીસ દ્રારા ૨૯ હજારનો વિદેશી દારૂ ઝડપી પાડવામાં આવ્યો

અરવલ્લી જીલ્લામાં લોકસભાની ચૂંટણીને અનુલક્ષીને જીલ્લા પોલીસતંત્રએ જીલ્લાના મુખ્યમાર્ગો અને અંતરિયાળ માર્ગો પર સઘન પેટ્રોલિંગ હાથ ધરી વાહનો મારફતે ગેરકાયદેસર હેરાફેરી થતા દારૂના અને કેફીન પદાર્થો અટકાવવા કાર્યવાહી હાથ ધરી છે. જીલ્લા એલસીબી પોલીસે બોલુન્દ્રા-સરડોઇ રસ્તા પરથી પસાર થતા વાહનોનું ચેકીંગ હાથ ધરાતા વિદેશી દારૂ ભરી અલ્ટો કારમાં પસાર થતો બુટલેગર કાર રસ્તા પર મૂકી પલાયન થઈ જતા પોલીસે કારમાં તલાસી લીધી હતી. પોલીસ તપાસમાં ગુપ્ત ખાનામાં સંતાડેલો ૨૯ હજાર રૂપિયાનો વિદેશી દારૂ પકડી પાડી કાયદેસરની તાપસ હાથ ધરી હતી. ગુજરાત રાજ્યમાં દારૂબંધીનો ફાયદો ઉઠાવવા બુટલેગરો મોટા પ્રમાણમાં નાના-મોટા વાહનો મારફતે વિદેશી દારૂ ઘુસાડવા પ્રયત્નશીલ રહે છે લોકસભાની ચૂંટણીમાં મુખ્યમાર્ગો પર અરવલ્લી જીલ્લા પોલીસતંત્રએ નાકાબંધી સાથે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાતા બુટલેગરોએ નાના વાહનો મારફતે અંતરિયાળ માર્ગો મારફતે વિદેશી દારૂ ઘુસાડી રહ્યા છે.મોડાસા તાલુકાના બોલુન્દ્રા-સરડોઇ રસ્તા પર જીલ્લા એલસીબી પોલીસે વાહનોનું સઘન ચેકીંગ હાથ ધરાતા પોલીસ નાકાબંધી જોઈ વિદેશી દારૂ ભરી પસાર થતા અલ્ટો કારનો ચાલક કાર રસ્તા પર બિનવારસી મૂકી કોતરોમાં પલાયન થઈ ગયો હતો. એલસીબી પોલીસે કાર નંબર જીજે 18 એએચ 1854  માં તલાસી લેતા કારની પાછળની બેઠકમાં ગુપ્ત ખાનું બનાવી અને દરવાજાના પડખામાં સંતાડીને રાખેલો વિદેશી દારૂની બોટલ નંગ-૫૮ કિંમત રૂ.૨૯,૦૦૦ કબ્જે કરી કારની કિંમત રૂ.૧,૫૦,૦૦૦ મળી કુલ રૂ.૧,૭૯,૦૦૦ નો મુદ્દામાલ કબ્જે કરી ફરાર કાર ચાલક વિરુદ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુન્હો નોંધી કાયદેસરની તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *