ગળપાદરના પાસેથી 6,300 ના દારૂ સાથે એક ઝડપાયો
ગાંધીધામ સંકુલમાં હાલ પોલીસ દ્વારા દારૂની બદી સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેવામાં ગળપાદર નજીક આવેલા એક બેન્સા પાસેથી રૂ.6,300 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂ સાથે એક શખ્સને ઝડપી પાડી પોલીસે તેના વિરુધ્ધ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે. આ અંગે એ ડિવિઝન પોલીસ સ્ટેશનના પીએસઓ બાબુભાઇ મિયોત્રાએ વિગતો આપતાં જણાવ્યું હતુ઼ કે, પોલીસ સ્ટેશનની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન સાંજના આરસામાં બાતમીના આધારે ગળપાદર નજીક આવેલા બાપુના બેન્સા પાસે આવેલા મકાન નંબર 6માં રેડ પાડતાં તારાસીંહ બાબુલાલ જોશીને રૂ. 6,300 ની કિંમતના ભારતીય બનાવટના અંગ્રેજી દારૂની 750 એમએલની રે 18 બોટલ સાથે ઝડપી પડી, તેના વિરૂધ્ધ હેડ કોન્સટેબલ લાખાભાઇ ધાંધરે પ્રોહીબીશન એક્ટ હેઠળ ગુનો નોંધાવ્યો હતો. આ બનાવમાં વધુ કાર્યવાહી ભરત ભાટી ચલાવી રહ્યા છે.