રાયધણપરમાં મંદિરના ઓટલા પરથી મૃતદેહ મળી આવ્યો
copy image

ભુજ તાલુકાના રાયધણપર ગામે મહેશ્વરી સમાજના મંદિરના આંગણામાં આવેલા ઓટલા પરથી અજાણ્યા શખ્સની લાશ મળી આવી હતી. જે મામલે માધાપર પોલીસે નોંધ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાપ્ત માહિતી મુજબ તા.૨૪નાં બપોરે ૧ વાગ્યા પહેલાના કોઇપણ સમયે અજાણ્યા પુરુષની લાશ મંદિરના આંગણામાં આવેલા ઓટલા પરથી મળી આવી હતી. જે મામલે પોલીસને જાણ કરવામાં આવતાં પોલીસે અકસ્માતે મોતની નોંધ દાખલ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે આ લાશ કોની છે તેની ઓળખ માટેના પ્રયાસો હાથ ધર્યા છે. ગામનો જ વ્યક્તિ છે કે અન્ય કોઇ વિસ્તારનો વ્યક્તિ છે તે અંગેની તપાસ પણ કરવામાં આવી રહી છે