અંજારમાં ઠગાઇ કરનાર બંગાળી કારીગર હવે પોલીસના શકંજામાં

copy image

copy image

અંજારમાં બે સોની વેપારીઓના દોઢ કરોડના સોના, ચાંદી અને રોકડનું ફુલેકું ફેરવી નાસી ગયેલા શખ્સ  સામે પોલીસમાં ફરિયાદ નોંધાયા પછી આરોપી ફરાર હતો, જેના પગલે તાજેતરમાં એક વેપારીએ ઝેરી દવા પી આપઘાત કરી લીધો હતો. આ બનાવ બાદ બંગાળી શખ્સ સામે રૂ.૩૪ લાખની ઠગાઈની ફરિયાદ અંજાર પોલીસ સ્ટેશનમાં નોંધાઇ હતી. જોકે, આરોપી બંગાળી કારીગર પોલીસના હાથવેંતમાં હોવાનું જાણવા મળ્યું હતું. આરોપી બંગાળી કારીગરને પકડી લેવા માટે ખાસ ટુકડીઓ બનાવવામાં આવી હતી. આરોપીના પત્ની તેમજ પુત્ર અંજારમાં જ વસવાટ કરે છે. આરોપી અંગે પૂછપરછ કરવા માટે બંગાળી કારીગરની પત્નીને પણ થોડા સમય પહેલાં પોલીસ સ્ટેશન ખાતે બોલાવવામાં આવી હતી. સોની વેપારીના આપઘાત બાદ અન્ય એક મહિલાએ પણ રૂ. ૩૪ લાખની ઠગાઈની ફરિયાદ નોંધાવી હતી. જે અંતર્ગત પોલીસે તપાસને વધુ વેગવાન બનાવી હતી. બાદમાં લોકલ કાઈમ બાન્ચ દ્વારા પણ તપાસમાં જોડાઇ હતી. જેમાં એલસીબીને આરોપી સુધી પહોંચવામાં સફળતા મળી હોવાની શક્યતા સેવાઇ રહી છે.આ અંગે પી.આઈ. એસ.ડી. સિસોદિયાનો ટેલિફોનિક સંપર્ક સાધવાનો પ્રયાસ કરાયો હતો, પરંતુ તેમનો સંપર્ક થઇ શક્યો નહોતો.