મિરઝાપરમાં જુગાર રમતી ૪ મહિલા સહિત પાંચ પકડાયા

copy image

copy image

ભુજના મિરઝાપરમાં જુગાર રમતી ૪ મહિલા સહિત પાંચ ઝડપાયા  હતા. તેમની પાસેથી કુલ રૂ.૨૨,૯૦૦ નો મુદ્દામાલ જપ્ત  કરાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ  પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમીના આધારે પોલીસે મિરઝાપરના યક્ષ નગરીની કુંભાર શેરીમાં રમાઇ રહેલા જુગાર પર દરોડો પાડયો હતો. આ દરોડામાં નટુભા ભુરૂભા સોઢા, ગજરાબા જોરૂભા ચૌહાણ, ઊર્મિલાબેન હરેશભાઈ સોની, શિલ્પાબેન પ્રેમજીભાઈ ગોસ્વામી તેમજ હિનાબેન પરષોત્તમભઈ ગુંસાઈને પકડી પાડવામાં આવ્યા હતા. તેમની પાસેથી રોકડા રૂ.૭,૪૯૦, મોબાઇલ ફોન ૪ મળીને કુલ રૂ.૨૨,૯૯૦નો મુદ્દામાલ કબજે કરાયો હતો.