જસાપરવાંઢમાં બંદૂક સાથે એક ઝડપાયો

dharpakd

copy image

copy image

ભચાઉ તાલુકાની જસાપરવાંઢમાં પોલીસે એક શખ્સની ધરપકડ કરી તેની પાસેથી દેશી હાથ બનાવટની બંદૂક કબ્જે  કરી હતી. જસાપરવાંઢવાળા કાચા રસ્તેથી એક શખ્સ પગપાળા આવી રહ્યો છે અને તેની પાસે રહેલા કોથળામાં ચોરી કે છળકપટથી મેળવાયેલ માલ છે, જે આ શખ્સ વેચવા ધોરીમાર્ગ બાજુ આવી રહ્યો હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસે કાર્યવાહી કરી હતી. પગપાળા આવતા ભીખા હાજી કોળીને રોકાવી કોથળામાં તપાસ કરાતાં તેમાંથી હાથ બનાવટની દેશી બંદૂક કિંમત રૂા. 2000વાળી મળી આવી હતી. આધાર-પુરાવા વગરનું આ અગ્નિશત્ર તેની પાસે ક્યાંથી આવ્યું તે પોલીસ તપાસ દરમ્યાન બહાર આવ્યું નહોતું.