ગાંધીધામ નજીક અજાણ્યા યુવકનો મૃતદેહ મળી આવ્યો
copy image

ગાંધીધામ નજીક ચુંગી નાકા પુલિયા પાસેથી 40 થી 42 વર્ષનો લાગતા યુવાનનો મૃતદેહ મળી આવતાં દોડધામ મચી હતી. પ્રાપ્ત માહિતી મુજબ, તા.23/6 ના સાંજના સાત વાગ્યાના અરસામાં ચુંગી નાકા પુલિયા પાસેથી 40 થી 42 વર્ષીય લાગતો યુવાન મૃત હાલતમાં મળી આવતાં એફસીઆઈ કોલોની રોડ પર પાણીના પ્લાન્ટ પાસે રહેતા સનીભાઈ મુકેશભાઈ ચોહાણ મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇને આવ્યા હતા. હોસ્પિટલમાં હાજર તબીબે આ બાબતે એ-ડિવિઝન પોલીસને જાણ કરી પીએમ સહીતની કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે હાલ અકસ્માત મોત નોંધી મૃતકની ઓળખ તેમજ તેના વાલી વારસ શોધવા ચક્રો ગતિમાન કર્યા હતા.