Skip to content
પંચાસર ચોકડીએ એક ઈસમ શંકાસ્પદ હાલતમાં પ્લેઝર મોટર સાયકલમાં વિમલ ગુટખાનો થેલો લઈ નીકળતા જે મોટર સાયકલ ચાલકનું નામ સરનામું પુછતાં પોતાનું નામ કમલેશભાઈ ઉર્ફે બાબુ કાનજીભાઇ પરમાર જાતે.સતવારા ઉ.વ.૩૫ રહે,મોરબી-૨ રણછોડનગર એસ.પી.આહીર. વિધાલયની આગળની શેરી માં વાળો હોય જેના કબજામાં ગેરકાયદેસર પાસપરમીટ વગર કે આધાર વગર ભારતીય બાનાવટના વિદેશી દારૂની બોટલો જેમાં રોયલ ચેલેન્જ ક્લાસીક પ્રીમીયમ વ્હીસ્કી ફોર સેલ ઇન હરીયાના ઓન્લી ૭૫૦ એમ.એલની કાચની કંપની શીલબંધ બોટલ નંગ-૧૨ કિંમત રૂ.૩,૬૦૦ મળી આવતા હીરો હોન્ડા પ્લેઝર મોટર સાયકલ નંબર જીજે ૩ ડીએસ ૭૮૦૦ ની કિંમત રૂ.૫૦૦ ગણી કુલ મુદ્દામાલ રૂ.૮,૬૦૦ નો મળી આવતા જપ્ત કરેલ છે.અને મજકૂર શખ્સને ધરપકડ કરી આગળની તજવીજ હાથ ધરેલ છે.