મોરબીના નવલખી રસ્તા પર જાહેરમાં જુગાર રમતા પાંચ પકડાયા

મોરબી એલસીબી પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના દશરથસિંહ પરમારને મળેલી બાતમીને આધારે નવલખી રસ્તા પર રેલ્વે કોલોની પાછળના ભાગે જાહેરમાં જુગાર રમાતો હોય જ્યાં એલસીબી ટીમે દરોડો પાડતા શખ્સો પ્રદીપ ઉર્ફે સંદીપ સહદેવપ્રસાદ રહે મોરબી નવલખી રોડ, રમેશ શ્યામલાલ કોળી રહે મોરબી નવલખી રોડ, શિવશંકર છેદીલાલ સતવારા રહે મોરબી નવલખી રોડ, ધીરેનસિંગ ઉદયનારાયણ સિંગ ભદોરીયા રહે મોરબી નવલખી રોડ અને કલ્યાણસિંગ બહાદુરસિંગ પરમાર રહે મોરબી વાવડી રોડ એમ પાંચને પકડી પાડીને રોકડ રકમ ૨૧,૬૦૦ કબ્જે કરી ધોરણસરની તપાસ હાથ ધરી છે.