વડોદરાના પોર નજીક કાર-ટ્રક વચ્ચે અકસ્માત:ટ્રક સર્વિસ રસ્તા ઉપર પડતા એકનું મૃત્યુ : ત્રણને ઇજા

વડોદરા ;નેશનલ હાઇવે પર આવેલ વડોદરાના પોર પાસે વહેલી સવારના અરસામાં ઓવરબ્રિજ પર કાર અને ટ્રક વચ્ચે અકસ્માત સર્જાયા બાદ ટ્રક રેલીંગ તોડી નીચે સર્વિસ રસ્તા પર પડતા સર્જાયેલા અકસ્માતમાં એકનું કરૂણ મૃત્યુ નિપજવા પામ્યું હતું. જ્યારે ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી. આ અંગેની વિગત અનુસાર વહેલી સવારના અરસામાં પોર ઓવરબ્રિજ જી.આઈ.ડી.સી જવાના રસ્તા ઉપર ઓવરબ્રિજ ઉપરથી પસાર થઇ રહેલી ટ્રક અને કાર વચ્ચે અકસ્માત સર્જાતા સર્જાતા રેલીંગ તોડીને ટ્રક નીચે ખાબકી હતી. ટ્રક નંબર જીજે 3 બીટી 3482 બોમ્બે થી અમદાવાદ લોખંડની પાઇપ ભરીને જઇ રહી હતી. તે વેળા સર્જાયેલા અકસ્માતમાં ટ્રક ચાલકને થયેલી ગંભીર ઇજાઓના કારણે તેનું કમકમાટીભર્યું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે કારમાં સવાર વ્યકિત મળી કુલ ત્રણ વ્યક્તિઓને ઇજાઓ થવા પામી હતી. જ્યારે એકનો ચમત્કારીક બચાવ થવા પામ્યો હતો.આ ઘટનાની જાણ થતાં પોર પોલીસ તથા વરણામા 100 નંબરની પી.સી.આર વાન તરત જ આવી પહોંચી હતી. અકસ્માતને પગલે વાહનોની લાંબી કતારોના દ્રશ્યો સર્જાયા હતા. ઘટના સ્થળે લોકટોળા ભેગા થયા હતા. અકસ્માત સંદર્ભે વરણામા પોલીસે વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *