Skip to content
અંજાર તાલુકાના લોહરીયા ગામનો 2015ના વર્ષમાં રાયોટિંગના ગુન્હામાં ચાર વર્ષથી નાસતો ફરતો શંકુને પે-રોલ ફર્લો સ્કોડ, પૂર્વ કચ્છ ગાંધીધામ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો. અંજાર પોલીસ સ્ટેશને નોંધાયેલા અલગ અલગ ગુનામાં નાસતો ફરતો શકું મિલન ૨મેશભાઈ ચાવડા ઉ. ૨૬ ૨હે. લોહારીયા, તા. અંજાર વાળાને પે-રોલ ફર્લો સ્કોડ, પૂર્વ કચ્છ, ગાંધીધામ દ્વારા રાયોટિંગના ગુન્હા કામે તારીખ 04/04/2019ના બપોરના અરસામાં લોહારીયા બસ સ્ટેશન તા. અંજાર વચ્ચેથી ધરપકડ કરી અંજાર પોલીસ સ્ટેશન ખાતે સોપેલ છે. આ કામગીરીમાં પે-રોલ ફર્લો સ્કોડ પૂર્વ કચ્છ ગાંધીધામના પી.એસ.આઈ. એચ. એમ. પટેલ તથા એ.એસ. આઈ દિપકભાઈ શર્મા, પો.હેડ. કો જયપ્રકાશ અબોટી, રામદેવસિંહ ઝાલા તથા ડ્રા.પો. કોન્સ. બાબુભાઈ કલોતરા જોડાયેતા હતા.