મોરબીના ઉમા ટાઉનશીપમાં ક્રિકેટ સટ્ટો રમતા બે શખ્સો પકડાયા

મોરબી એલસીબી ટીમે ઉમા ટાઉનશીપના ફ્લેટમાં બેસી બે શખ્સો ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા હોવાની માહિતીને પગલે દરોડો પાડી બે શખ્સોને પકડી પાડીને રોકડ, મોબાઈલ સહિત ૨૪,૫૦૦ નો મુદામાલ કબ્જે  કર્યો છે. મોરબીના ઉમા ટાઉનશીપમાં થોડા દિવસ પૂર્વે જ ક્રિકેટ મેચના સટ્ટો રમતા શખ્સોને પકડી લીધા બાદ ગત રાત્રીના અરસામાં ફરીથી બાતમીને આધારે એલસીબી ટીમ ત્રાટકી હતી. ઉમા ટાઉનશીપમાં રહેતા મિલન ઉર્ફે જીગો પ્રકાશ ફૂલતરીયાના ફ્લેટમાં દરોડો પાડી મોબાઈલ ફોનમાં ક્રિકેટ મેચ નિહાળી ક્રિકેટ મેચ પર સટ્ટો રમતા મિલન પ્રકાશભાઈ પટેલ અને ભાવેશ ભગવાનજી પટેલ એમ બે શખ્સોને પકડી પાડીને પાંચ મોબાઈલ કિંમત રૂ. ૧૧,૫૦૦ અને ૧૩ હજાર રોકડ સહિત ૨૪,૫૦૦ નો મુદામાલ જપ્ત કરી વધુ કાર્યવાહી ચલાવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *