નખત્રાણાના રવાપરની ઈલેક્ટ્રિકની દુકાનમાંથી રૂ.૨૮ હજારની ચોરી
નખત્રાણાના રવાપરમાં આવેલી એક ઈલેક્ટ્રિકની દુકાનમાંથી ગત સપ્તાહમાં તસ્કર રૂ.૨૮,૧૦૦ની કિંમતની પાણીની નવી અને જૂની મોટરો ચોરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસમાં નોંધાવી હતી. પ્રાપ્ત માહિતી મુજબ નખત્રાણાના રવાપરમાં સાંખલા ફળિયામાં રહેતા કિરીટભાઈ ડાયાભાઈ સાંખલા (પટેલ)નામના વેપારીની રવાપરમાં આવેલી પટેલ ઈલેક્ટ્રિક નામની દુકાનમાંથી તસ્કર ગત તા.૧૭ અને ૧૮ની રાત્રિના વંરડામાંથી રૂ.૨૮,૧૦૦ની કિંમતની પાણીની નવી અને જૂની મોટર સહિતનો ઈલેક્ટ્રિકનો મુદ્દામાલ ચોરી ગયાની ફરિયાદ નખત્રાણા પોલીસમાં નોંધાવતાં પોલીસે ચોરીનો ભેદ ઉકેલવાની તજવીજ હાથ ધરી હતી.