બારોઇમાં મહિલાએ કેન્સરથી કંટાળી એસિડ પી લેતાં મોત
મુંદરાના બારોઇના મહિલાએ કેન્સરની બીમારીથી કંટાળી એસિડ ગટગટાવી લેતાં સારવાર હેઠળ મોત નીપજયું હતું. મુંદરાના બારોઇમાં રહેતા 37 વર્ષીય મહિલા સલમાબાનુ રમજાન ઇબ્રાહીમ ગોયલ કેન્સરથી પીડિત હતા અને ત્રણવાર શત્રક્રિયા કરાવી હતી. આ બીમારીથી માનસિક તથા શારીરિક રીતે કંટાળીને તેમણે પોતાના ઘરે ગત તા. 19/3ના એસિડ ગટગટાવી લીધું હતું. ચાલુ સારવાર હેઠળ તેમનું તા. 23/3ના ડીસાની હોસ્પિટલમાં મોત થયું હતું. મુંદરા પોલીસે આ અંગે અકસ્માત મોતનો ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી.