Skip to content
નાસતા ભાગતા ઇસમોઓને પકડવા બનાવેલી ટીમો પૈકી ટીમ નં. ૧ અંજાર વિસ્તારમા પેટ્રોલીંગમા હતી, દરમ્યાન પીએસઆઇ બી.જે. જોષીને ખાનગી રાહે હકિકત મળેલી કે, અંજાર પોલીસ સ્ટેશને લખાવેલા આઇ.પી.સી.કલમ મુજબના ગુનામાં એક વર્ષથી નાસતા-ફરતા ભાદરોઇના રબારી બેચરાભાઇ દેવાભાઇ, રબારી સાકરાભાઇ ઉર્ફે આશા દેવાભાઇ, રબારી વેરશીભાઇ દેવાભાઇ અને રબારી સાજણભાઇ શકુભાઇને ગંગાનાકા અંજાર ખાતે બેઠા છે, જે હકિકત ઝડપી કાયદેસર તપાસ કરી અંજાર પોલીસ સ્ટેશને સોંપ્યા હતા. આ કામગીરીમાં પીએસઆઇ સાથે હેડ કોન્સટેબલ મહેબુબભાઇ તથા કોન્સટેબલ ભીખાભાઇ, પારસભાઇ, દેવરાજભાઇ જોડાયા હતા.