સલાયામાં જુગાર રમતી ત્રીપુટી ઝડપાઇ
માંડવીના સલાયા ખાતે જુગાર રમાતો હોવાની બાતમીના આધારે માંડવી મરિન પોલીસે દરોડો પાડીને ત્રણ ખેલીઓને તીનપતીનો જુગાર રમતાં 4,250ની રોકડ રકમ સાથે પકડી પાડ્યા હતા. પોલીસ સુત્રોના જણાવ્યા પ્રમાણે ભર બપોરે સાડા ત્રણના અરસામાં સલાયામાં મોચી તળાવની બાજુમાં બાવડની ઝાડીમાં પોલીસે દરોડો પાડીને જુગાર રમતા હારૂન જુશબ સીંધી (ઉ.વ.35) તથા અનવર ઇબ્રાહિમ બલોચ (ઉ.વ.35) રહે સલાયા તથા માંડવીના વિવોક્ટ રક્તનારાયણ પટેલ (ઉ.વ.52) સહિત ત્રણ ખેલીને 4,250ની રોકડ તથા ગંજીપાના સાથે ઝડપી જુગાધારાની કલમ તળે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.