Skip to content
જસદણની નાની લાખાવાડ ગામમાં ટાલીયા ઢોરાવાળા વિસ્તારમાં જાહેરમાં જુગાર રમતા 6 ઇસમોને પોલીસે પકડી પાડી તપાસ હાથ ધરી હતી. બનાવ અંગેની વિગત અનુસાર જસદણના પીએસઆઈ વી.આર.વાણીયા, હેડ કોન્સ્ટેબલ રાજાભાઈ, ચંદ્રકાંતભાઈ, દિનેશભાઈ, અશોકભાઈ સહિતનો સ્ટાફ વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો ત્યારે નાની લાખાવાડ ગામે દાસભાઈ પ્રેમભાઈ મેર, માવજી રવજી દુમાકીયા, રમેશ છગન દુમાકીયા, હરેશ ભોળા, બળવતં અમરશી કાસેલા, રમેશ કુકા રોજાસરા સહિતના 6 ઇસમોની પોલીસે જાહેરમાં જુગાર રમતા અટક કરી રોકડા રૂ.૧૮,૫૫૦ની રોકડ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.