ખોરાસા ગામે હવેલી ગલી લોહાણા શેરીમાં રહેતો નવનીત જેંતીલાલ છગ નામનો લોહાણા ઈસમ તેના ઘરમાં ક્રિકેટમેચ પર સટ્ટો રમાડતો હોવાની બાતમીના આધારે પોલીસે રેડ પાડી હતી અને નવનીત જેંતીલાલ છગ તથા મુળ આદ્રીના અને હાલમાં ખોરાસા ગામે ડેલી ફળિયામાં રહેતા આહીર રોહિત રમેશ બારડ અને ખોરાસા ગામહવેલી ગલીમાં રહેતા આહિર મેહુલ હરદાસ બારડને પકડી લીધા હતા. અને 12 મોબાઈલ એક લેપટોપ, રૂ. 2,600 ની રોકડ તથા નોટબુક સહિતનું સાહિત્ય મળી કુલ રૂ. 79,900 નો મુદામાલ જપ્ત કર્યો હતો.