જૂનાગઢમાં દેશી પિસ્તોલ, કાર્ટિસ સાથે વધુ એક ઈસમ પકડાયો

જૂનાગઢ વિભાગ તથા પોલાસ અધિક્ષક સૌરભસિંઘની સૂચનાથી એસઓજી, જૂનાગઢ ઈ.ચા. પોલીસ ઈન્સ્પેકટર જે.એમ. વાળા એસઓજી સ્ટાફ સાથે જૂનાગઢ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા. તે દરમિયાન ચીતાખાના ચોકમાં આવતં બાતમી મળેલ કે સુખનાથ ચોક પીશોરીવાડાના નાકે એક શખ્સ હથિયાર સાથે ઉભેલ છે જેથી તુરતં જ સ્ટાફના માણસો સાથે સુખનાથ ચોક પીશોરીવાડાના નાકે આવતાં એક શખ્સ પોલીસને જોઈને આડો અવળો થવા લાગતા તુરતં જ ઝડપી પાડી ચેક કરતાં તેમના નેફામાંથી એક દેશી પિસ્તોલ તથા ખીસ્સામાંથી જીવતો કાર્ટિસ એક તથા મોબાઈલ ૨ મળી આવતાં તેમનું નામઠામ પૂછતા સલમાનમીંયા હનીફમીંયા સીરાજી સૈયદ હોવાનું જણાવેલ. મજકૂર શખ્સ સલમાનમીંયા હનીફમીંયા સીરાજી પાસેથી દેશી પિસ્તોલ ૧ કિંમત રૂ.૨૦,૦૦૦ તથા જીવતો કાર્ટિસ નંગ ૧ કિંમત રૂ.૧૦૦ તથા મોબાઈલ નંગ-૨ કિંમત રૂ.૨,૫૦૦ મળી કુલ રૂ.૨૨,૬૦૦નો મુદ્દામાલ જપ્ત કરી ધોરણસર ધરપકડ કરી તેઓના વિરૂધ્ધ એ-ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢ ખાતે ગુનો દાખલ કરાવી આગળની તપાસ માટે એ-ડિવિઝન પોલીસ સ્ટેશન જૂનાગઢને સોંપી આપેલ છે. ઉપરોકત કામગીરીમાં એસઓજીના પોલીસ હેડ કોન્સ્ટેબલ એમ.વી. કુવાડિયા, પી.એમ. ભારાઈ, વી.કે. ચાવડા, પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રભાઈ ડેર, મજીદખાન, અનિરૂધ્ધસિંહ, ડ્રાઈવર પોલીસ કોન્સ્ટેબલ બાબુભાઈ તથા જયેશભાઈ વગેરે સ્ટાફ જોડાયેલ હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *