વરસામેડીમાં 2.88 લાખના અંગ્રેજી શરાબના જથ્થા સાથે એક ઝડપાયો

copy image

copy image

અંજાર તાલુકાના વરસામેડી સીમમાં આવેલી એક સોસાયટીના ખુલ્લા પ્લોટમાં ટ્રકમાંથી દારૂનું કટિંગ થાય તે પહેલાં પોલીસ ત્રાટકી હતી અને એક શખ્સને પકડી પાડી રૂા. 2,88,985નો શરાબ  જપ્ત  કરવામાં આવ્યો હતો.   અંજારની સ્થાનિક  પોલીસ એરપોર્ટ રોડ  બાજુ હતી, તે દરમ્યાન  વરસામેડીના  અંબિકા નગર-1 વિસ્તારમાં મકાન  નંબર 261 પાસે ખુલ્લા  પ્લોટમાં ઊભેલી ટ્રકમાં દારૂ ભરેલો છે, જેને સગેવગે કરવાની હિલચાલ થતી હોવાની પૂર્વ બાતમીના આધારે પોલીસ ત્યાં દોડી ગઈ હતી. પોલીસને જોઈ ટ્રકમાંથી કૂદી નાસવા જતાં બકુલ દલસિંઘ વસૈયા નામના શખ્સને પોલીસે દબોચી લીધો હતો. પકડાયેલો આ શખ્સ પોતે દારૂ ઊતારવાની મજૂરી કરવા આવ્યો હોવાનું અને આ દારૂનો જથ્થો ભારતનગર ગાંધીધામના પ્રકાશ ઉર્ફે ટકો મહેશ્વરીનો હોવાનું જણાવ્યું હતું. અહીં ઊભેલી ટ્રક  ની તપાસ લેવાતાં ઠાંઠામાંથી  દારૂની પેટીઓ  નીકળી   હતી.  ટ્રકને અંજાર પોલીસ મથકે લઈ જઈ તેમાંથી 8 પીએમ 750 એમએલની 36, 8 પીએમની 375  એમએલની 517,  ગ્રીન  લેબલ 750 મિ.લી.ની 72, ગ્રીન લેબલ 180 મિ.લી.ની 480, વાઈટ લેસ વોડકા 180 એમ.એલ.ના 709 ક્વાર્ટરિયા,  ગોડફાધર બીયરના 48 ટીન એમ કુલ રૂા. 2,88,985નો દારૂનો જથ્થો જપ્ત  કરાયો હતો. ફોર સેલ ઈન રાજસ્થાન  ઓન્લી  લખેલો આ માલ પ્રકાશ ઉર્ફે ટકાએ ક્યાંથી મગાવ્યો હતો, તે વિગતો માટે હાથમાં ન આવેલા ટકાને પકડી પાડવા આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી હતી . આ ટ્રકમાંથી પોલીસે પોરબંદરના વિજય  વિક્રમ ચૌહાણ લખેલી આર.સી.  બૂક તથા  આધાર કાર્ડની નકલ પણ હસ્તગત  કરી હતી.