ગાંધીધામના મચ્છુનગરમાં જુગાર રમતા ૬ શખ્સોની ધરપકડ
copy image

ગાંધીધામના મચ્છુ નગરમાં આવેલી પ્રાથમિક શાળાની બાજુમાં ખુલ્લી જગ્યામાં જુગાર રમતાં ૬ શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતા. તેમની પાસેથી રૂ.૧૯,૭૦૦નો મુદ્દામાલ જપ્ત કરાયો હતો. પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. તે દરમ્યાન બાતમીના આધારે મચ્છુનગરમાં શાળાની પાસેની ખુલ્લી જમીનમાં રમાઈ રહેલા જુગાર પર દરોડો પાડવામાં આવ્યો હતો. આ દરોડામાં આરોપી કરમશી ભલાભાઈ ભરવાડ, લક્ષ્મણ તેજા ભરવાડ, સામત માંડણભાઈ ભરવાડ, જગા ખેંગારભાઇ ભરવાડ, અશોક મૈયાભાઈ ભરવાડ તેમજ ખેંગાર રઘાભાઇ સોલંકીને જુગાર રમતા પકડી પાડવામાં આવ્યા હતા. આરોપીઓ પાસેથી રોકડા રૂ.૧૯,૭૦૦નો મુદ્દામાલ હસ્તગત કરીને જુગારધારાની કલમો હેઠળ ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી