દુષ્કર્મના ગુનામાં દોઢ વર્ષથી ફરાર મેઘપરનો આરોપી ઝડપાયો
copy image

માનકુવા પોલીસ સ્ટેશનમાં દુષ્કર્મના ગુનાનો આરોપી અટકથી બચવા માટે ફરાર હતો. જેને લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા પકડી પાડવામાં આવ્યો હતો.પ્રાપ્ત માહિતી મુજબ પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમ્યાન બાતમી મળી કે, માનકુવા પોલીસ સ્ટેશનમાં આઇ પીસી કલમ ૩૭૬(૨)(એન) હેઠળ મેઘપર ગામના મફતનગરમાં રહેતા આરોપી અબ્દુલગની ચાકી સામે ગુનો નોંધાયો હતો. તે હાલમાં ખત્રી તળાવ પાસેની હોટલ પર ઉભો છે. તેથી પોલીસની ટીમે ત્યાં જઈને તપાસ કરતાં આરોપી મળી આવ્યો હતો. આરોપી અબ્દુલગની સામે જ્યારથી ગુનો નોંધાયો હતો ત્યારથી જ તે ધરપકડથી બચવા માટે ફરાર હતો. તેને પકડીને આગળની કાર્યવાહી માટે માનકુવા પોલીસ સ્ટેશનને હવાલે કરાયો હતો