ઝીઝુવાડારણ વિસ્તારમાંથી તસ્કરીના બાઈક સાથે એક ઈસમ પકડાયો

ઝીઝુવાડારણ વિસ્તારમાં નાઈટ પેટ્રોલીંગ દરમ્યાન બાઇક લઈને નીકળતા ઈસમ પાસે કાગળો માંગતા ન હોવાથી બાઇક તસ્કરીનું હોવાનું ખુલ્યુ હતું. ઝીઝુવાડા ગામથી રણ વિસ્તાર શરૂ થતો હોવાથી આ રસ્તા મારફતે ગેરકાયદેસર પ્રવૃતિ થઈ શકે છે. જેથી ડીવાયએસપી આર.બી.દેવધાના માર્ગદર્શન હેઠળ ઝીઝુવાડા પી.એસ. આઈ.જે. એસ. ડેલા સહિતની ટીમ ખાનગી વાહનમાં નાઈટ પેટ્રોલીંગમાં હતી. આ દરમ્યાન શંકાસ્પદ હાલતમાં બાઇક નિકળ્યું હતું જે બાઇક ચાલક પાસેથી બાઈકના કાગળો માંગતા પોતાની પાસે નહીં હોવાનું જણાવતા વધુ પુછપરછ કરતાં આ બાઇક આઠેક મહિના પહેલા શંખેસ્વરથી તસ્કરી કરી હોવાનું બાઇક ચાલક દશુભા ખોડસંગ ઝાલાએ તસ્કરી કર્યાની કબૂલાત કરી હતી.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *