ચિત્રોડમાં ભાઈ-ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને ઈજા
copy image

રાપર તાલુકાના ચિત્રોડ (બાલાસર)માં ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ભાઈ અને ભત્રીજાએ હુમલો કરતાં યુવાનને અસ્થિભંગ સહિતની ઈજાઓ પહોંચી હતી. ચિત્રોડ (બાલાસર)માં રહેનાર ફરિયાદી કરશન કાંયા કોળી નામનો યુવાન ગત તા. 28/6ના સાંજના અરસામાં રાખોડિયું ખેતરમાં સાફ સફાઈ કરી રહ્યો હતો ત્યારે તેના મોટાભાઈ હરજી કાંયા કોળી તથા ભત્રીજો ગોલો કાંયા કોળી ત્યાં આવ્યા હતા અને ખેતરમાં આવવા મુદ્દે બોલાચાલી કરી ઉશ્કેરાઈ જઈ ફરિયાદી યુવાન ઉપર લાકડી વડે હુમલો કર્યો હતો. ઘવાયેલા યુવાનને સારવાર અર્થે લઈ જવાતાં તેને અસ્થિભંગ સહિતની ઈજાઓ હોવાનું બહાર આવ્યું હતું. બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.