રાપર અને નંદાસરમાંથી બધુ બે ઈસમ હથિયાર સાથે ઝડપાયા

ગાંધીધામ : રાપરમાંથી એસ. ઓ. જી. ની ટીમે વધુ એક ઈસમ પાસેથી દેશી બંદૂક કબ્જે કરી હતી. પૂર્વ કચ્છ એસ.ઓ.જી. ની ટીમે સતત બે દિવસ દરમ્યાન વાગડ પંથકમાંથી 3 દેશી બંદૂક શોધી કાઢી ઇસમોઓ વિરૂધ્ધ હથિયારધારા હેઠળ ગુનો દાખલ કર્યો હતો. લાકડાવાંઢમાં રહેનાર દિનેશ સાબુ કોળી નામનો ઈસમ રાપરના રિલાયન્સ પેટ્રોલપંપ નજીકના રસ્તા પરથી પસાર થઈ રહ્યો હતો. દરમ્યાન, એસ.ઓ.જી. ની ટીમે આ ઇસમને ઊભો રાખી તેની તપાસ લેતા તેની પાસેથી હાથ બનાવટવાળો દેશો તમંચો કિંમત રૂ. 3,000 વાળો મળી આવ્યો હતો. જે પોલીસે કબ્જે કર્યો હતો. આ ઇસમે ક્યાંથી તમંચો મેળવ્યો હતો અને શેના ઉપયોગ માટે પોતાની પાસે રાખ્યો હતો તેની આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તેમજ નંદાસર ગામની સાંકળ સીમ વિસ્તારમાં સ્થાનિક પોલીસે દરોડો પાડ્યો હતો. મૂળ રાપરના પૂના કરમશી કોળી નામના ઇસમને પોલીસે ઝડપી લીધો હતો. આ ઈસમ પાસેથી પરવાનગી વગરની દેશી હાથ બનાવટ સિંગલ બેરલ નાળવાળી બંદૂક કિંમત રૂ. 3,000 કબ્જે કરવામાં આવી હતી. આ ઇસમે ક્યાંથી બંદૂક મેળવી અને શેના ઉપયોગ માટે પોતે રાખી હતી. તેની આગળની કાર્યવાહી પોલીસે હાથ ધરી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *