ધ્રબુડીના દરિયાકિનારે ફરી ચરસનાં ચાર પેકેટ મળી આવ્યા

copy image

copy image

મોટા ભાડિયા થોડા-થોડા અંતરે મળી આવતા માદક પદાર્થ મળવાનો સિલસિલો યથાવત રહ્યો છે. ધ્રબુડી અને  મોઢવા ગામ વચ્ચેના દરિયાકિનારે શંકાસ્પદ ચરસના ચાર પેકેટ માંડવી મરીન પોલીસે કબજે કર્યા હતા. પ્રાપ્ત  માહિતી મુજબ, પેટ્રોલિંગમાં રહેલી માંડવી મરીન પોલીસ, માંડવી ટાસ્ક ફોર્સ અને એસઆરડીની ટીમને ધ્રબુડી-મોઢવા નજીકના દરિયાકાંઠે થેલીમાં શંકાસ્પદ ચરસના ચાર પેકેટ મળી આવ્યા હતા. પોલીસે પેકેટ જપ્ત કરી માદક પદાર્થની તપાસ માટે એફએસએલમાં મોકલ્યા હતા.