જામનગર જિલ્લાના જોડિયા તાલુકાનાં તારાણા ગામમાં ચારેક મહિના પહેલા થયેલા ખૂન પ્રકરણમાં સંડોવાયેલો અને ચાર માસથી નાસતા-ફરતા હત્યા કેસના શખ્સને જોડિયા પોલીસે કાર્યવાહીનો દોર કચ્છ સુધી લંબાવી ભચાઉ તાલુકાનાં લલિયાણામાંથી તેની અટક કરી લીધી છે. જોડિયા તાલુકાનાં તારાણા ગામમાં ચારેક માસ પહેલા ખૂનનો બનાવ બન્યો હતો. તે ઘટનામાં તારાણા ગામના રમેશ દેવાભાઇ ગચ્ચરની સંડોવણી ખુલ્લી હતી. શખ્સ ભુજ-કચ્છ તરફ સંતાયો છે. તેવી ચોક્કસ બાતમી જોડિયા પોલીસને મળતા જોડિયાની પોલ્સ ટીમ કચ્છ ગઇ અને લલિયાણા ગામમાંથી તેને ઝડપી લીધો હતો. તેને જોડિયા લાવવાની તપાસ હાથ ધરાઇ છે.