ઇંગ્લિશ દારૂની બોટલો સાથે પકડી લેતી એક શખ્સને મોરબી પોલીસ

તાજેતરમાં લોકસભા ની ચૂંટણી યોજનારી છે. ચૂંટણી અન્વયે પોલીસ અધિક્ષક દ્વારા મોરબી જિલ્લામાં દારૂ બંદી દૂર કરવા કડક સૂચનાઓ આપેલ છે. તે અન્વયે પોલીસ ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમ્યાન ભાવેશભાઈ છોટાલાલભાઈ વ્યાસ ઉ.વ.૨૬ ધંધો મજૂરી રહે.ગાયત્રીનાગર સરકારી સ્કૂલ નજીક દરબારના ઘરમાં મોરબી-૨ મૂળ વાસોરીયાવાસ રાવળવાસના નાકા નજીક પાટડી જી.સુરેન્દ્રનગર વાળો પોતાના ક્બ્જામાં ભારતીય બનાવટની પરપ્રાંતીય ઇંગ્લિશ દારૂ રોમાનોવ વોડકા પ્રીમિયમ લખેલ ઇંગ્લિશ દારૂની બોટલો નંગ ૫ કિંમત રૂ.૧,૫૦૦ ની સાથે મળી આવતા મજકૂર શખ્સને ઝડપી કાયદેસરની તપાસ કરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *