Skip to content
માળિયા પંથકમાં આજે એલસીબી ટીમે બાતમીને આધારે મોટા દહીંસરા ગામે રેડ કરીને જુગારધામ પકડી લીધું છે અને છ શખ્સોઓને પકડી પાડીને ૧.૬૮ લાખનો મુદામાલ કબ્જે કર્યો છે. મોરબી જીલ્લા પોલીસવડા ડો કરનરાજ વાઘેલાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના પીઆઈ વી બી જાડેજાના માર્ગદર્શન હેઠળ એલસીબી ટીમના જયવંતસિંહ ગોહિલ, ભરતભાઈ મિયાત્રા સહિતની ટીમને મળેલી બાતમીને આધારે માળીયાના મોટા દહીંસરા (કૃષ્ણનગર) ના રહેવાસી હસમુખ ગીગજી પટેલના રહેણાંક મકાનમાં જુગારધામ ધમધમતું હોય જ્યાં રેડ કરી શખ્સો હસમુખ ગીગજી પટેલ, હરખજી વેલજીભાઈ પટેલ, શૈલેશભાઈ રઘુભાઈ પટેલ, રમેશભાઈ પ્રવીણભાઈ પટેલ, નરેન્દ્ર ઉર્ફે નગીનભાઈ પ્રાગજીભાઈ પટેલ અને કરશન જલાભાઇ પટેલ એમ છ શખ્સોને પકડી પાડીને રોકડ રકમ રૂ.૧,૫૩,૫૦૦, મોબાઈલ નંગ છ કિંમત રૂ. ૧૫,૦૦૦ સહીત કુલ ૧,૬૮,૫૦૦ ની કિમતનો મુદામાલ કબ્જે કરી શખ્સોઓ વિરુદ્ધ ધોરણસરની તપાસ હાથ ધરી છે.