વડોદરા: IPL ક્રીકેટ મેચ પર સટ્ટો રમતા બે શંકુની રૂપિયા ૩,૯૨,૦૦૦ ના મુદમાલ સાથે પકડી પાડતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ

વડોદરા શહેરક્રાઇમ બ્રાન્ચની ટીમે મેળવેલ ચોક્કસ વિગતો આધારે ફતેગંજ સેવનસીઝ મોલની બાજુમા રોયલ હબ એપાર્ટમેન્ટના ચોથા માળે આવેલ હાઇએચ કાફેની ઓફીસમા દરોડો કરતા સદર કાફેમા દીલ્હી કેપીટલ તથા સનરાઇઝ હૈદરાબાદ ક્રીકેટ ટીમો વચ્ચે ચાલતી આઇ.પી.એલની લાઇવ મેચ ટીવી ઉપર જોઇ મોબાઇલ ફોનમા ચાલતી bro4bet.com નામની સાઇટનો ઉપયોગ કરી બુકીઓ સાથે સંપર્કમા રહી ક્રીકેટ સટ્ટાનો હારજીતનો જુગાર રમતા બે શંકુઓને કુલ રૂપિયા ૩,૯૨,૦૦૦ ના મુદામાલ સાથે ઝડપી પાડી સદર ઝડપાયેલ બે શખ્સો તથા ક્રીકેટ સટ્ટાની હારજીત કરતા બુકીઓ ઝુબેર યુસુફભાઇ ગરાસીયા, સલમાન તથા સતીષભાઇ નામના શખ્સો વિરૂધ્ધ કાયદેસરની તપાસ કરી ક્રાઇમ બ્રાન્ચમાં જુગારધારા એકટ અનવ્યે ગુનો રજીસ્ટર કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ઝડપાયેલ શંકુઓમાં જૈનમભાઇ નીલયભાઇ શેઠ ઉ.વ ૨૦ રહે. રાજકમલ સોસાયટી, જૈન દેરાસર નજીક ગાય સર્કલ અકોટા વડોદરા,વિશાલ સમીરપ્રસાદ જોષી ઉ.વ ૨૮ રહે.વ્રજવિહાર સોસાયટી વાસણા રોડ રાણેશ્વર મંદીર નજીક વડોદરા પકડાયા હતા જ્યારે ઝુબેર યુસુફભાઇ ગરાસીયા રહે. ભાગ્યલક્ષ્‍મી સોસાયટી, પરનામી અગરબતી પાછળ તા.પાદરા જી. વડોદરા, સલમાન રહે આજવા રોડ, સતીષભાઇ નાસી છુટતા તેમને વોંટેડ જાહેર કરાયા હતા. ઘટના સ્થળેથી પોલીસે પકડાયેલા શંકુઓ પાસેથી મોબાઈલ ફોન નંગ  ૩ કિંમત રૂપિયા ૩૭,૦૦૦, રોકડ રૂપિયા ૮૫,૦૦૦, એક ટુ વ્હીલ તથા એક ફોર વ્હીલ વાહનો કિંમત રૂપિયા ૨,૫૦,૦૦૦, એલ.ઇ.ડી ટીવી તથા સેટ ટોપ બોક્ષ કીમત રૂપિયા ૨૦,૦૦૦,લાઈટબીલ કીમત રૂપિયા ૦૦ મળી કુલ રૂપિયા ૩,૯૨,૦૦૦નો મુદામાલ જપ્ત કરી આગળની તપાસ શરૂ કરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *