ગોંડલનાં દેરડીકુંભાજી નજીકથી રાજકોટનાં બે ઇસમો અઢી કિલો ગાંજા સાથે પકડાયા

ગોંડલ તાલુકાના દેરડીકુંભાજી ગામ નજીક પોલીસ તત્રં દ્રારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું હતું ત્યારે સ્વીટ કારને ચેક કરાતા તેમાંથી અઢી કિલો ગાંજો મળી આવતા ત્રણ ઇસમોની અટક કરી તપાસ હાથ ધરવામાં આવી હતી. પ્રાપ્ત વિગતો અનુસાર એસઓજી પીઆઇ પલાચાર્ય સહિતનો સ્ટાફ પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે દેરડી કુંભાજી ગામ નજીક એસ એસ પી સાથે વાહન ચેકિંગ દરમિયાન સ્વીટ ડિઝાયર કાર જીજે જીરો ૩ સીએ ૯૫૭૨ ની તલાશી લેતા તેના અંદરથી અઢી કિલો ગાંજો કિંમત પિયા ૧૭૬૪૦ મળી આવતા ઈસમ અસરફ ઉર્ફે અચુ હબીબભાઇ કાલવાતર રહે સુભાષનગર આમ્રપાલી ટોકીઝ નજીક રાજકોટ, હૈદરઅલી આબેદહત્પસેન બુખારી રહે બરકતીપરા ગોંડલ તેમજ હાર્દિક મકવાણા રહે રાજકોટ કોઠી કમ્પાઉન્ડની અટક કરી ગાંજાનો જથ્થો અને કાર સહિત કુલ મુદ્દામાલ ૨,૨૩,૬૪૦ નો ઝડપી પાડી તપાસ હાથ ધરી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *