ભચાઉ તાલુકાનાં નવાગામ સિમ વિસ્તારમાંથી તસ્કરીના બનાવમાં વપરાતા હથિયારો સાથે બે ઇસમોને પોલીસે પકડી પાડ્યા હતા. આ અંગેની માલતિ વિગતો અનુસાર ભચાઉ પોલીસ દ્રારા નવાગામ સિમ વિસ્તારમાં મનજી લખુ ડાંગર, મેહુલ કાંતિલાલ નિમાવત અને રામજી આહીરને ખાતર પાડવાના હથિયારો, સાધનો, વાહનો સાથે પકડી પાડ્યા હતા. કેમાં મેક્સ પિકઅપ યુટીલીટી કિંમત રૂ. 60,000, લોખંડનો ઘણ, લોખંડની કોસ, કોમર્શિયલ એપીજી સિલિન્ડર, ઓકસીજન સિલિન્ડર સહિતના સાધનો સાથે પકડી પાડ્યા હતા. આ સમયે શખ્સ મનજી ડાંગર અને મેહુલ નિમાવત ઝડપાઇ ગયા હતા. જ્યારે શખ્સ રામજી આહિર નાશી ગયો હતો.