બરવાળામાં ઘર નજીક પાર્ક કરેલી બાઇકની તસ્કરી

બરવાળા શહેર ખાતે ધોલેરીયા પરા વિસ્તારમાં ઘર બહાર પાર્ક કરેલી મોટર સાયકલની ચોરી કરી તસ્કરો પોલીસને પડકાર ફેંકી અંધારાની રાતના અરસામાં ઓગળી ગયા હતા. જ્યારે બાઇક તસ્કરી કરી નાસશી ગયેલા તસ્કરોના ચહેરા સી.સી.ટી.વી. કેદ થઈ ગયા હતા. ત્યારે પોલીસે ઇસમોના ચહેરાના આધારે તસ્કરોની ઓળખ મળતા 3 ઇસમો વિરૂધ્ધ ગુનો નોંધી આગળની આર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે માલતિ વિગત મુજબ વ   બરવાળા શહેરના ધોલેરીયા પરા વિસ્તારમાં ગેરેજનું કામકાજ કરી ગુજરાન ચલાવતા કમલેશભાઈ વિનુભાઈ મેર દ્રારા તા 02 ના રોજ ઘરની બાહર મોટર સાયકલ નં જીજે 1 ડી એ 666 પાર્ક કરેલ હતી. જે મોટર સાયકલ રાત્રિના અરસામાં અજાણ્યા તસ્કરો દ્રારા ચોરી કરી અંધારાની રાતમાં ઓગળી ગયા હતા. જ્યારે તસ્કરો બાઇક તસ્કરી કરીને નાશી ગયા હતા. તસ્કરીને અંજામ આપતા પહેલાની સમગ્ર ઘટના સી.સી.ટી.વી. કેમેરામાં કેદ થઈ જતાં ચહેરાની ઓળખ કરવામાં આવી હતી. જે અન્યવે પોલીસે અશોક બાબુભાઈ કાવીઠીયા, ગુણવંત ઉર્ફે ગુણો રણછોડભાઈ દેવીપૂજન બધા રહે. રોજીદ, તા. બરવાળા વિરૂધ્ધ તા. 5/4 ના રોજ ગુણો નોંધી આગળની તપાસ હાથ ધરી હતી.      

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *