ગાંધીધામમાં જાહેરમાં પત્તા ટીંચતા સાત ખેલીની ધરપકડ

copy image

copy image

ગાંધીધામની જુની કોર્ટની સામે પાલિકાની જુની શાકભાજી માર્કેટમાં જાહેરમાં જુગાર ખેલતાં સાત ખેલીઓને પોલીસે પકડી પાડી રોકડ રૂા. 28,110 જપ્ત કર્યા હતા. શહેરમાં પાલિકાની જુની શાકમાર્કેટમાં જાહેરમાં અમુક શખ્સો ગોળ કુંડાળુંવાળી પત્તા ટીંચી રહ્યા હતા તેવામાં અચાનક પોલીસ આવી હતી અને સુનિલ વિશનદાસ પમનાની, નયનેશ કુમાર પરષોત્તમદાસ રામી, કૈલાશ ઉકમેયચંદ સોની, શૈલેષ મંગુ થોરી, હરીશ શંકરદાસ વૈષ્ણવ, ટોટન પંચનન ચક્રવતી અને આત્મારામ દેવનદાસ હેમદાણી નામના શખ્સોને પકડી પાડયા હતા. પકડાયેલા આ શખ્સો પાસેથી રોકડ રૂા. 28,110 હસ્તગત કરાયા હતા. પકડાયેલા શખ્સો પાસેથી મોબાઇલ કે વાહનો મળ્યા નહોતા.