ભુજમાં ફઇ ઉપર ભત્રીજાનો છરી વડે ઘાતક હુમલો

copy image

copy image

ભુજના ધાટિયા ફળિયામાં ફઇ ઉપર ભત્રીજાએ અગાઉની બોલાચાલીના મનદુ:ખમાં ઝઘડો કરી છરી વડે હુમલો કર્યાની ફરિયાદ નોંધાઇ હતી. ગત તા. 6-7ના સવારે 7 વાગ્યે ફરસાણી દુનિયાની દુકાનની બાજુમાં ધાટિયા ફળિયામાં ફરિયાદીના ઘર પાસે બનેલા આ બનાવ અંગે એ-ડિવિઝન પોલીસ મથકે, 56 વર્ષીય બકુલાબેન અશ્વિનભાઇ ઠક્કરે નોંધાવેલ ફરિયાદ મુજબ તેમના ભાઇ દિનેશભાઇ ઠક્કરનો દીકરો ઉમંગ ઉર્ફે લાલો ઘર પાસે આવી અગાઉની બોલાચાલીના મનદુ:ખમાં બોલાચાલી સાથે ઝઘડો કરી એકદમ ઉશ્કેરાઇ ફરિયાદીને કમર તથા છાતીના ઉપરના ભાગે છરી (ચપ્પુ) મારી ફરિયાદી તથા ફરિયાદીના પતિને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. પોલીસે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી હતી