પીએસઆઈનો પુત્ર 28 લાખના શરાબના જથ્થા સાથે પકડાયો

ગાંધીનગર જિલ્લામાં દેશી વિદેશી દારૂનું વેચાણ અને હેરાફેરી અટકાવા માટે પોલીસ દ્રારા દોડધામ કરવામાં આવી રહી છે. ત્યારે પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ચીલોડા- હિંમતનગર હાઇવે ઉપરથી પસાર થતો હોય છે. જેને પકડવા આઠે અવારનવાર બાતમીદારોને સક્રિય કરીને આ દારૂ પકડવામાં આવતો હોય છે. ત્યારે સ્ટેટ મોનિટરીંગ સેલને ગુરુવારે રાત્રિના અરસામાં બાતમી મળી હતી કે, એક ટ્રકમાં પાઉડરની આડમાં ઉદયપુરથી વિદેશી દારૂનો જથ્થો આવી રહ્યો છે. જે અમદાવાદ ખાતે લઈ જવામાં આવશે. બાતમીના આધારે પોલીસ વોચ ગોઠવી હતી. જેના આધારે ગત રાત્રિના અરસામાં નાના ચીલોડાથી ટ્રકને પકડી પાડી હતી, જેમાં દારૂનો વિશાળ પ્રમાણમાં જથ્થો હતો. વિજિલન્સે ટ્રક ચેક કરતાં પથ્થરના પાઉડરની થેલીઓની આડમાં વિદેશી દારૂની પેટીઓ મળી આવી હતી. આ અંગે પોલીસે દારૂનો જથ્થા ડ્રાઈવર ઉદયલાલ વેલીરામજી રેગર તથા બાજુમાં બેઠેલો ઈસમ લલિત મૂલચંદભાઈ જાદવ નો સમાવેશ  થાય છે. આ રીતે દારૂના આ કેસમાં પોલીસે કુલ 11 ઇસમો સામે ગુણો નોંધી કાર્યવાહી હાથ ધરતા ભારે ચકચાર મચી જવા પામી છે. ડ્રાઈવરને દારૂ ભરેલા ટ્રકની વર્ધી ઉદયપુર રહેતા જમશેદે આપી હતી. જેનું પાઇલટિંગ એક ઈસમ કરી રહ્યો હતો. પોલીસે ટ્રકના માલિક જીતેન્દ્રકુમાર ખટિક સામે પણ ગુણો દાખલ કર્યો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *